બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને સ્ટેમ્પ પેપર બનાવવાના કેસમાં આરોપીઓનો 25 વર્ષે નિર્દોષ છુટકારો
પોલીસે બાતમીના આધારે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી બોગસ સાહિત્ય ઝડપી લઇ 13 શખ્સો સામે ગુનો નોંધ્યો’તો
ગઇ તા. 24/12/1998 ના રોજ ડી.સી.બી. પોલીસ દ્વારા મનહર પ્લોટમાં રહેણાંકમાં રેડ કરીને દિલીપ ભાણજીભાઈ ગણાત્રાને બોગસ ઈન્દિરા વિકાસ પત્રો તથા બોગસ કોરા સ્ટેમ્પ પેપર સાથે તેમજ તેની તપાસ દરમ્યાન ગાંધીગ્રામ ખાતે અન્ય રહેણાંકમાં ત્રાટકીને દિપક બીપીનભાઈ પારેખને બે સ્થળેથી રૂૂ.99,300ની બોગસ રેવન્યુ સ્ટેમ્પ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ દિલીપ ભાણજીભાઈ ગણાત્રા, જનક છગનભાઈ પટેલ, સરફરાજ અહેમદ ઉર્ફે હામીદ ગુલામ મુસ્તુફા અંસારી, સફાત અહેમદ મહોમદ મતીમ અંસારી, રાકેશ રજનીકાંત વિઠલાણી, દિપક બીપીનભાઈ પારેખ, સતીષ વસંતરાય ભટ્ટ, ઉમેશ વસંતરાય ભટ્ટ, અનીલ ઉર્ફે અબ્દુલ જયકિશન મીસ્ત્રી, સતીષ હરીરામ જેઠામલાણી, કુમાર અમૃગમ પિલ્લાઈ, પરાગ શાંતિલાલ શાહ અને અનિલ શાંતિલાલ શાહ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ઉપરાંત આરોપીઓ વિરૂૂધ્ધ તપાસ પૂર્ણ થતા પોલીસે બે ચાર્જશીટો રજુ કરેલ હતા. જે કેસ સેશન્સ કોર્ટમાં શરૂૂ થતા ચાલુ કેસ દરમ્યાન આરોપી દિલીપ ગણાત્રા, દિપક પારેખ, રાકેશ વિઠ્ઠલાણી, પરાગ શાંતીલાલ શાહ અને અનીલ શાહનું અવસાન થયું હતું. જેથી તેઓ સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો હતો. તેમજ ચાલુ કેસ દરમ્યાન અન્ય બે આરોપી સરફરાજ અહમદ ઉર્ફે હમીદ મુસ્તફા અંસારી અને સફાત અહમદ મહમદ મતીન અંસારી નામનાં આરોપીઓ ભાગતા ફરતા હોય તેઓની સામેનો કેસ અલગ કરવામાં આવેલ હતો.
આ બંને કેસ ચાલવા દરમ્યાન કુલ મળીને 97 જેટલાં સાક્ષીઓમાંથી 26 સાક્ષીઓની જુબાની કોર્ટ સમક્ષ નોંધવામાં આવેલ હતી, સાથે ફરીયાદ પક્ષ તરફે સંપુર્ણ પુરાવો નોંધાયા બાદ કોર્ટે તમામ આરોપીઓના ફરધર સ્ટેટમેન્ટ નોંધેલ હતા. જે બંને કેસો આખ2ી દલીલના સ્ટેજ ઉ52 આવતા આરોપીઓના એડવોકેટ અંશ ભારદ્વાજે દલીલ કરી હતી કે ન્યાય શાસ્ત્રના સિદ્ધાંત મુજબ આરોપીઓ પર અપરાધ સાબીત ન થાય ત્યાં સુધી કોઈપણ આરોપી દોષીત નથી, વ્યાજબી શંકાનો લાભ એ આરોપીઓનો બંધારણીય અધિકાર છે. વધુમાં દલીલ કરેલ હતી કે, ફરીયાદ પક્ષ આ કેસમાં પુરતા પુરાવા કોર્ટમાં રજુ કરી શકવામાં નિષ્ફળ નીવડેલ છે. પોલીસે તપાસ દરમ્યાન જે કોઈ બોગસ ઈન્દિરા વિકાસ પત્રો, બોગસ રેવન્યુ સ્ટેમ્પ, બોગસ સ્ટેમ્પ પેપર કબ્જે કર્યાનું જણાવેલ છે તે દસ્તાવેજો કોણે, કયારે, કંઈ રીતે અને કંઈ જગ્યાએ બનાવેલ છે તેમજ તે દસ્તાવેજોનું કેટલા સ્થળો પર કોણે વેંચાણ કરેલ છે તેવી કોઈ હકિકત ઉજાગર કરેલ નથી. બોગસ હોવાના પુરાવા રજુ કર્યા નથી. આ દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સિંઘ બંને કેસમાં બાકીના તમામ આરોપીઓને છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે. આ કામમાં તમામ આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પ2મા2, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયા હતા.