For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવરાત્રિમાં અકસ્માતોમાં 10 ટકાનો વધારો, 1700થી વધુ ખેલૈયા હાંફી ગયા

12:33 PM Sep 27, 2025 IST | Bhumika
નવરાત્રિમાં અકસ્માતોમાં 10 ટકાનો વધારો  1700થી વધુ ખેલૈયા હાંફી ગયા

અસહ્ય બફારાના કારણે ખેલૈયાઓને મુંજારો, હાર્ટ ઇમરજન્સીના પણ 1230 કેસ

Advertisement

પાંચ નોરતામાં અકસ્માતના 1732 બનાવો, ભાંગેલા-તૂટેલા રસ્તાઓ અને ટ્રાફિકથી તોબા તોબા

ગુજરાતમાં નવરાત્રિના તહેવારોએ જમાવટ કરી છે પરંતુ સાથોસાથ ભાંગેલા-તુટેલા રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યાના કારણે અકસ્માતોના બનાવોમા 10 ટકાનો વધારો નોંધાયો છે. જયારે અસહ્ય ગરમી અને બફારાનુ વાતાવરણ હોવાથી ગરબે રમતા ખેલૈયાઓમા હાંફી જવાના બનાવો પણ વધ્યા છે. છેલ્લા પાંચ નોરતાના 108 ઇમરજન્સી સેવાના આવેલા ડેટા ઉપરથી જણાય છે કે ગુજરાતમા છેલ્લા પાંચ દિવસમાં અકસ્માતો તથા હાર્ટ ઉપરાંત પેટના દુ:ખાવાની સમસ્યામાં પણ વધારો નોંધાયો છે. આ ઉપરાંત શ્ર્વાસની તકલીફ પણ સતત વધી રહી છે.

Advertisement

નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતથી દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 10 ટકાનો વધારો થયો છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નવરાત્રિના પ્રથમ ચાર નોરતામાં અમદાવાદમાં કુલ 381 વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.

હાલની સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 70થી વધુ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઈમરજન્સી સેવાની મદદ લેવી પડે છે.નવરાત્રિ દરમિયાન હૃદયની ઈમરજન્સીના ગુજરાતમાંથી 1230 જેટલા જ્યારે અમદાવાદમાં 358 કેસ નોંધાયા છે. હૃદય કરતાં શ્વાસ સંબધિત સમસ્યાને કારણે વધુ લોકોને ઈમજન્સીની જરૂૂર પડી છે.

શ્વાસ સંબધિત ઈમરજન્સીના કુલ 1732 કેસ સામે આવ્યા છે આ ઉપરાંત સખત તાવના 1508 અને પેટમા દુખાવાનાં 2718 કેસ નંધાયા છે.ઉલ્લેખનીય છે કે નવરાત્રીના તહેવારોમા જ વાતાવરણ ખુબજ ભેજ યુકત અને બફારો રહેવાથી ખેલૈયાઓને ગરબે રમવામાં ભારે તકલીફો પડી રહી છે. આમ છતા રોજેરોજ યુવાધન રાસોત્સવોમાં હિલોળે ચડી રહયુ છે.

ઈમરજન્સીના કેસ
પેટમાં દુ:ખાવો 2718
વાહન અકસ્માત 2027
શ્ર્વાસમા સમસ્યા 1732
હૃદય 1230
ફિટ આવવી ---
સખત તાવ 1508

Advertisement
Tags :
Advertisement
Advertisement