ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોત

11:36 AM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

સાયલા-લીંબડી હાઈવે પર આજે (21 સપ્ટેમ્બર) છેલ્લા 18 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4ના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક ઘટનામાં, ચોટીલા પદયાત્રાએ જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને સાયલા પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. બંને પદયાત્રીને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાના કારણે બંનેના મોત નીપજ્યા હતા.

Advertisement

બીજી અકસ્માતની ઘટનામાં, સાયલા-લીંબડી હાઇવે પર આવેલા ફૂલગ્રામ પાસે બની હતી. જેમાં મુળી તાલુકામાં મજૂરીકામ માટે જતાં દાહોદના શ્રમિક લોકોના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળકો-મહિલા સહિતના લોકો લઈને જતાં વાહનને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા તમામ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યારે બ્રીજ દેવાભાઈ પલાસ નામના 3 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ અકસ્માતમા દર્દીઓને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાતા હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો પણ બનાવ બનવા પામ્યો હતો. અકસ્માત સમયે હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હતો. તમામ લોકો દાહોદના ધાનપુર, પાવા, રયાવાડ ગામના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અકસ્માત બાબતે વધુ તપાસ જોરાવર નગર પોલીસ કરી રહી છે.

ઈજાગ્રસ્તના નામ
બબીબેન બાદલભાઈ સંઘોડ (ઉં.વ. 38), રવિભાઈ પ્રદીપભાઈ પલાસ (ઉં. વ. 5), પ્રકાશભાઈ ફકરૂૂ ભાઈ (ઉં. વ.20), પંકજભાઈ નરસિંહ પરમાર (ઉં.વ.25), મંજુબેન પ્રદીપભાઈ (ઉં.વ.20), વર્ષાબેન અશ્વિનભાઈ પરમાર (ઉં.વ.20), સુમિત્રાબેન દેવુભાઈ (ઉં.વ.34), દેવાભાઈ વરિયાભાઈ (ઉં.વ.35), દશા બેન ઈલેશભાઈ (ઉં.વ.22), પિયુષ મુકેશભાઈ પરમાર (ઉં. વ.28), રેણુકા ફકરુભાઈ (ઉં. વ.12), વિક્રમભાઈ ફકરૂૂ ભાઈ (ઉં. વ.12)

Tags :
accidentdeathgujaratgujarat newsSayla-Limbdi highway
Advertisement
Next Article
Advertisement