નવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોત
10:42 AM Aug 26, 2025 IST | Bhumika
Advertisement
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. સોમવારે એટલે કે ગઈ કાલે ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર, જલાલપોરના કરાડી ગામે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાયર જોઈન્ટ થઈ જતાં 7 લોકોને કરંટ લાગ્યો હતો.
Advertisement
આ ઘટનામાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત થયું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
Advertisement