રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓવરટેકના ચક્કરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર ટ્રક-બસ વચ્ચે અકસ્માત, 2નાં મોત, અનેક ઘાયલ

10:50 AM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામ વધારો થિયા રહ્યો છે . ત્યારે નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતની વધુ એક ઘટના સામ આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર તરફના એક્ઝીટ પોઇન્ટ પાસે એક લક્ઝરી બસ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સંત ગઈ કાલે મોડી સાંજે થયો હતો. એકાએક બસ ચાલકે ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા હતા. તો અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતા જ 108ની 4 ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

Advertisement

108ની ઇમરજન્સી વાનો દોડાવીને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નડિયાદ સિવિલ ખસેડાયા હતા. બસ અમદાવાદથી પૂના જતી હતી. બસ કાબરા ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ શુક્રવારની સમી સાંજે આ હાઈવેના નડિયાદ પાસેના એકઝીટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ બસના કાટમાળ નીચે બે લોકો દબાઈ જતાં મોતને ભેટયા હતા. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Tags :
accidentAhmedabad-Baroda Expresswaydeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement