તળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજા
વિદ્યાર્થિનીઓ ભાવનગર સ્થિત સ્પોટર્સ કોમ્પ્લેકસ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઇ હતી
તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાનામોટા અકસ્માતો ને લઈ ગોઝારો બને છે.જેમાં આજે બપોરે ચારેક વાગ્યા ના અરસામાં બોરડા અને પસ્વી ગામ વચ્ચે આવેલ CNG પમ્પ ખાતે થી ગેસ પુરાવી મહુવા તરફ જતી ઇકો કાર ને ડમ્પર એ હડફેટે લેતા ઇકો કાર પલ્ટી મારી ગઈહતી.ઇકોકાર મા ચાલક સહિત 11 વિદ્યાર્થીનિઓ સવાર હતી.આસરાણા નજીક આવેલ સ્કૂલ ની વિદ્યાર્થીનિઓ ભાવનગર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ હતી જે ઇકો કારમાં બેસી પરત ફરતી હતી.
ઇકોકાર ના ચાલક ગણેશપરી અમરપરી રે.મોટાઆસરાણા એ જણાવ્યું હતુ કે માયાભાઈ આહીર ની જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સ ની વિદ્યાર્થીનિ ઓને લઈ ને ગયેલ.પરત ફરતા ગેસ પુરાવી રોડપર ઇકોકાર ચડાવી થોડો આગળ વધ્યો ત્યારે ડમ્પર ચાલકે ઠોકર મારી હતી.
બનાવ સમયે અલંગ પો.ઇ. ખાંટ વાહન લઈ પસાર થતા હોય તેઓએ વાહન મા ઇજાગ્રસ્ત બેસાડી ને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ.તળાજા પો.ઇ એ.બી.ગોહિલ એ જણાવ્યું હતુ કે પોતાને ખબર મળતા દાઠા પોલીસ ને જાણ કરતા દાઠા પોલીસ વાહન,108 બે અને એક ખાનગી વાહન મળી અગિયાર વિદ્યાર્થીનિઓ અને ચાલક મળી કુલ 12 ઇજાગ્રસ્ત ને તળાજા ખસેડેલ. જેમાં બે વિદ્યાર્થીનિઓ ને રીફર કરવામાં આવેલ. તમામ વિદ્યાર્થીનિઓ ધો.6 અને 7 ની વિદ્યાર્થીનિઓ હતી.બનાવના પગલે સદવિચાર હોસ્પિટલના ડો.પરેશ ઝીંઝાળા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા.ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનિઓ ને વધુ સારવાર માટે માનવતા ખાતર સ્કૂલના શિક્ષક મિત્ર હોય સદવિચાર હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. હોસ્પિટલના ડો.સાકીયા,ડો.ભીલ સ્ટાફ ગણની સેવા પ્રસંશનીય રહી હતી.
બનવવના પગલે હોસ્પિટલ બહાર ના ધંધાર્થીઓ વિજયભાઈ ધાંધલીયા,મોંટુ,ૐકાર,હુસેન ભૂરાણી, રાકેશ મેડિકલ સહિતના એ માનવતા મહેકાવી હતી.ચા બિસ્કિટ પાણી ની દીકરીઓ માટે વ્યવસ્થા કરી આપી હતી. તળાજા મામલ તદાર તથા વિવેકાનંદ સ્કૂલ ના હામુભાઈ આહીર, ગૌરવ ગૌતમભાઈ ચૌહાણ,પાતાભાઈ ભરવાડ સહિત પ્રસાશન અને રાજકીય સમાજિક આગેવાનો દોડી આવ્યા હતા.