ભૂતખાના ચોક પાસે સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બબાલ પૂર્વે પોલીસ પહોંચી ગઇ
રાજકોટ શહેરમા તાજેતરમા ઇન્દીરા સર્કલ પાસે સીટી બસનાં ચાલકે બેફામ બસ દોડાવી અને 4 નિર્દોષ વ્યકિતનો ભોગ લીધો હતો. આ ઘટના બાદ ચાલકની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામા આવ્યો છે.
ત્યારબાદ રસ્તા પર દોડતી સીટી બસનાં ચાલકો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે સવારે ભુતખાના ચોક પાસે સીટી બસ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ ટ્રાફીક જામ થઇ જતા એકટીવાને રસ્તા પર પડેલુ જોઇ આજુબાજુના પ થી 6 લોકો દોડી આવ્યા હતા અને બસનાં ચાલક સાથે માથાકુટ કરે તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મામલો થાળે પાડયો હતો.
ત્યારબાદ સીટી બસનાં ચાલક હિતુભા ચૌહાણ અને એકટીવાના ચાલક પરેશભાઇ આડેસરાને એ ડીવીઝન પોલીસ મથકે લઇ જવામા આવ્યા હતા. પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે એકટીવા ચાલક ઉતાવળથી નીકળવા જતા બસ સાથેે અથડાયા હતા અનેે એકટીવા રસ્તા પર પડી ગયુુ હતુ . આ ઘટનામા બસનાં ચાલકનોે કોઇ વાક દેખાતો નહોતો. આમ છતા ઘટના સ્થળ પાસેના સીસીટીવી ફુટેજ જોયા બાદ કાર્યવાહી કરવામા આવશે.