For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોત

04:39 PM Feb 21, 2025 IST | Bhumika
પડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત  1નું મોત

Advertisement

રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક ખામટા ગામના પાટીયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ બનાવની જાણ થતા પડધરી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ પડધરી નજીક ખામટા ગામના પાટીયા પાસે આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક દેવાળીયા ગામના રામજીભાઇ ગંગારામ સંતોષી (ઉ.વ.70) નામના વૃદ્ધનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ અકસ્માતની જાણ થતા પડધરી પોલીસનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement