ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ
વાડલાથી ઉપલેટા જતા બન્ને ભાઇઓને નડેલો અકસ્માત, પરિવારમાં શોક
ઉપલેટાનાં વાડલા પાસે અકસ્માત સર્જાયો હતો. છકડા રીક્ષાએ હોન્ડા પર જતા બે સગા ભાઇઓને હડફેટે લેતા મોટા ભાઇનુ મોત થયુ હતુ જયારે નાના ભાઇને ઇજા થઇ હતી આ મામલે છકડા રીક્ષા ચાલક સામે ઉપલેટા પોલીસમા મૃતકનાં પિતાએ ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ ઉપલેટાના વાડલા ગામે રહેતા અને મજુરી કામ કરતા જીતેશ ચનાભાઇ વઘેડીયાએ નોંઘવેલી ફરીયાદમા છકડો રીક્ષાનાં ચાલક રામા રબારીનુ નામ આપ્યુ છે. ફરીયાદમા જણાવ્યા મુજબ જીતેશભાઇનાં બંને પુત્રો જેમા મોટો પુત્ર મૌલીક (ઉ. વ. ર0 ) અને નાનો પુત્ર પાર્થ (ઉ. વ. 16 ) પોતાના મો. સા. નં. જીજે 3 સીબી 7914 લઇને વાડલાથી ઉપલેટા તરફ જતા હતા ત્યારે છકડો રીક્ષાનાં ચાલક રામા રબારીએ સામેથી આવી બંનેને ઠોકર મારી હતી . બંને ભાઇઓને ગંભીર ઇજા થઇ હોય સારવાર માટે ઉપલેટા ખાનગી હોસ્પીટલમા ખસેડાયા હતા જયા મૌલીકની હાલત ગંભીર હોય રાજકોટ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો જેમા ગોંડલ પાસે એમ્બ્યુલન્સમા મૌલીકે દમ તોડી દીધો હતો.
આ મામલે મૃતકનાં પિતા જીતેશભાઇની ફરીયાદને આધારે છકડો રીક્ષાનાં ચાલક કસામે ફરીયાદ નોંધાવી છે અકસ્માત સર્જનાર છકડો રીક્ષાનો ચાલક રામભાઇ રબારી અકસ્માત બાદ છકડો રીક્ષા લઇને નાસી ગયો હતો . અકસ્માતનો બનાવ બન્યો ત્યારે મજુરી કામે ગયેલા જીતેશભાઇને તેનાં ભત્રીજાનો ફોન આવ્યો હતો અને અકસ્માતની જાણ કર્યાનુ પોલીસ ફરીયાદમા જણાવવામા આવ્યુ છે.