ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલા અને લીલિયાના વિકાસને વેગ, રૂા.58 કરોડ કરતા વધારેના કામો મંજૂર

11:48 AM Sep 27, 2025 IST | Bhumika
Advertisement

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો માટે ₹58.07 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ મંજૂર થવાથી બંને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓનો કાયાકલ્પ થશે.

Advertisement

આ યોજના હેઠળ, સાવરકુંડલાના 38 ગામો સાવરકુંડલા શહેર, આંકોલડા, મેકડા, વિજયાનગર, દોલતી,ભમર, બોઘરયાળી વાશીયાળી, મેવાસા, ભેન્કરા, નાની વડાળ, ભોક્રરવા, ઘોબા, મોટા ભમોદ્રા, આંબરડી, પીઠવડી, ઘાંડલા, વણોટ, જીરા, નાના ભમોદ્રા, ફીફાદ, મોલડી, વિઠલપુર, ખડકાળા, જીરા, વંડા, જેજાદ, ઠવી, ધાર, પીપરડી, અભરામપરા, કરજાળા, સીમરણ, બાઢડા, નવી આંબરડી, ખોદીયાણા, ધજ્ડી, ગાધકડા, અને લીલીયાના 9 ગામો સલડી, વાઘણીયા, બોડીયા, ભેંસવડી, પુંજાપાદર, આંબા, મોટા લીલીયા, હરીપર, નાના રાજકોટને આવરી લેતા રસ્તાઓ અને નવા બ્રિજનું નિર્માણ થશે.

નવા મંજૂર થયેલા કામોમાં 33 નવા સ્ટ્રક્ચર (માઈનોર બ્રિજ, એપ્રોચ અને પ્રોટેક્શન વોલ, વેન્ટેડ કોઝવે, બોક્સ કલવર્ટ)નો સમાવેશ થાય છે. આ નવા સ્ટ્રક્ચરના નિર્માણથી ચોમાસા દરમિયાન ગામોની કનેક્ટિવિટી અટકશે નહીં અને નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ખાસ આયોજન ચોમાસાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી પૂર કે વરસાદના કારણે રસ્તાઓ બંધ ન થાય.

આ વિકાસ કાર્યોની મંજૂરીથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે અને આશા છે કે આ કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી આ વિસ્તારના લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે.. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે સાવરકુંડલા અને લીલીયાના વિકાસ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે.

Tags :
gujaratgujarat newsSavarkundlaSavarkundla news
Advertisement
Next Article
Advertisement