For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળાઓમાં બનતી હિંસક ઘટનાઓના વિરોધમાં ABVP દ્વારા આવતીકાલે જિલ્લા મથકોએ દેખાવ

05:05 PM Sep 03, 2025 IST | Bhumika
શાળાઓમાં બનતી હિંસક ઘટનાઓના વિરોધમાં abvp દ્વારા આવતીકાલે જિલ્લા મથકોએ દેખાવ

છાત્રોના પ્રશ્ર્નો બાબતે તા.8મીથી "ABVP@YOURCAMPUS" અભિયાનનો પ્રારંભ કરાશે

Advertisement

અખિલ ભારતીય વિધાર્થિ પરિષદ (ABVP ) ગુજરાત રાજ્યભરમાં ‘ABVP @ YOUR CAMPUS" અભિયાન શરૂૂ કરી રહી છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કે 1000થી વધુ કેમ્પસોમાં કારોબારી ગઠન કરવામાં આવશે, જેથી સંગઠનના કાર્યો વધુ સુવ્યવસ્થિત બની શકે. ત્યારબાદ દરેક કેમ્પસમાં પ્રશ્નશોધ અભિયાન ચલાવી વિધાર્થીઓને પડતા શૈક્ષણિક, વહીવટી અને સામાજિક પ્રશ્નોની સૂચિ બનાવવામાં આવશે, અને અંતિમ તબક્કામાં પ્રશ્નનિરાકરણ અલિયાન દ્વારા આ પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય પ્રયત્નો હાથ ધરાશે. આ સમગ્ર અભિયાનનો હેતુ ગુજરાતના વધુમાં વધુ કેમ્પસો અને વિધાર્થીઓ સુધી અ.ભા.વિ.પ. ના વિચારો પહોંચાડવાનું અને તેમના હિત માટે સંગઠિત રીતે કાર્ય કરવાનું છે.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદની મેહસાણા ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકમાં રાજ્યની વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ તથા શૈક્ષણિક પરિસરોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સર્વસંમતિથી પારીત કરવામાં આવેલ પ્રસ્તાવમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાર્થીઓની સુરક્ષા અને મનોવૈજ્ઞાનિક સહાય માટે સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલની સ્થાપનાની માંગ કરવામાં આવેલ છે. ઉપરાંત, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પેનલ્ટી’ના નામ પર વસુલાતી અતિશય ફી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવેલ છે. સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તાત્કાલિક અને સુનિયોજિત પગલાં લેવા તેમજ વિધાર્થીઓને જરૂૂરી શૈક્ષણિક દસ્તાવેજો ઝડપી, પારદર્શક અને સરળતાથી મળી રહે તે હેતુસર ઓનલાઇન પ્રણાલી અમલમાં મૂકવામાં આવે તેવી નક્કર માંગણી કરવામાં આવી છે.

Advertisement

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત દ્વારા મણીનગર તથા ભૂજ ખાતે બનેલી વિધાર્થીઓની હત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓની તીવ્ર નિંદ્ય સાથે કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવી દુર્ઘટનાઓ વિધાર્થીઓમાં વધતી માનસિક ક્રૂરતા અને સામાજિક અસ્થિરતાનું પ્રતિબિંબ છે, જે સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. અભાવિપ ગુજરાત સરકારને દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી પીડિત પરિવારોને ન્યાય અપાવવા સાથે સાથે વિધાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સંસ્કાર અને સકારાત્મક માર્ગદર્શન માટે શિક્ષણ સંસ્થાઓ રીતે અસરકાટક પગલાં લેવા માટે આગ્રહ કરે છે.

વધુમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "વિધાર્થી પરિષદની પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશના વિધાર્થીઓના વિવિધ પ્રશ્નો પર ખુબ ગહન ચર્ચા કરવામાં આવેલ છે. આ ચર્ચાના નિષ્કર્ષ સ્વરૂૂપે કારોબારી દ્વારા પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો છે. અભાવિપ, ગુજરાત સરકારને આ તમામ ગંભીર વિષયો પર નિર્ણાયક પગલાં લેવા માંગ કરે છે. અને આવતીકાલે જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement