For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલ

11:59 AM Aug 28, 2025 IST | Bhumika
મોરબી એલ ઇ  કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી abvpદ્વારા હલ્લાબોલ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની ગેરવર્તણૂકને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આજે આંદોલન કરવામાં આવ્યું હતું.
એબીવીપીના જણાવ્યા અનુસાર કોલેજના પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવો, વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે તો ઉતારી પાડવા, વિદ્યાર્થીઓને શ્રાપ આપવા, બે બે અઠવાડિયા સુધી ક્લાસમાં લેક્ચર ન લેવા, કોલેજે એ સમયસર ન આવવું જેવા પ્રશ્નો ઉદભવ્યા હતા. અગાઉ પણ બે વર્ષ પહેલા તારીખ 27/09/25ના રોજ આ પ્રશ્ન લઈને અઇટઙ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. તેનું કોઈ જ નિરાકરણ થયું ન હતું. કોલેજના અન્ય પ્રોફેસર શિલ્પાબેન રાઠોડ કે જેઓ પ્રેક્ટિકલ ઓનલાઇન મોકલી લેબ કરાવતા ન હતાં.

Advertisement

વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સવારે 11 કલાકથી સાંજે 5:30 સુધી આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા રાજીનામુ આપવામાં આવે તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંતે પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા લેખિતમાં બદલી અંગેની બાહેંધરી આપવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આગામી 10 દિવસમાં કાયમી નિરાકરણ ન આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી. જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.તેમ એબીવીપીની યાદીમાં જણાવાયુ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement