ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્ર

01:39 PM Oct 27, 2025 IST | admin
Advertisement

બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે

Advertisement

બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં તમામ APMC ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ APMCના કાંટે જ કરવું. આ વજનના આધારે જ અંતિમ બિલ બનાવવું અને કોઈપણ પ્રકારની કપાત (કચરો/કકડો) ગણવી નહીં. ઉલ્લેખનીય છે કે 31 ઓકટોબરે લીંબડીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ખેડુત મહાપંચાયતના આયોજન પહેલા જ આ જાહેરાત કરાઇ છે.

જો જણસ APMC સિવાય વેપારીના સ્થળે લઈ જવામાં આવે, તો તેનું વાહન ભાડું પણ વેપારીએ જ ચૂકવવાનું રહેશે. આ નિર્ણયનો હેતુ ખેત પેદાશના તોલમાપમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવીને ખેડૂતોને તેમની મહેનતનો સંપૂર્ણ ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

બોટાદ જિલ્લાના હડદડ ખાતે થયેલા ઘર્ષણની ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં તોલમાપ અને ચૂકવણી પ્રક્રિયાની પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લીધા છે. નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્યના ગાંધીનગર કાર્યાલય દ્વારા મહેસાણા જિલ્લાની તમામ APMCને એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર (જા.ન. 10/25/25-1-1/243/2025) જારી કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

પરિપત્ર મુજબ, APMC એ ખેડૂતો પાસેથી ખરીદેલી ખેત પેદાશોની હરરાજી કર્યા બાદ તેના તોલમાં કોઈપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં. આ માટે નીચેના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ APMCના માન્ય કાંટા (વે-બ્રિજ) પર જ કરવું ફરજિયાત છે. APMCના કાંટે થયેલા ચોખ્ખા વજનને જ અંતિમ માનીને, હરાજીમાં નક્કી થયેલા ભાવ મુજબ સંપૂર્ણ બિલ બનાવવું અને ચૂકવણી કરવી. વજન થયા બાદ કોઈપણ પ્રકારની કપાત (જેમ કે કચરો કે કકડો) ગણવાની રહેશે નહીં. માત્ર ગુજરાત ખેત ઉત્પન્ન બજાર કાયદા-31 અન્વયેની પૂર્વપટ્ટી નં. 11 મુજબની ધર્માદાની રકમ જ નિયમ મુજબ કપાત કરી શકાશે.
ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે, ખરીદી કરનાર વેપારીઓ માટે પણ નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જો ખેડૂતોની જણસને APMC સિવાય વેપારીની જિનિંગ ફેક્ટરી, ઓઇલ મિલ, કે ગોડાઉન પર લઈ જવામાં આવે, તો તે વાહનના ભાડાનો સંપૂર્ણ ખર્ચ વેપારીએ જ ચૂકવવાનો રહેશે. ખેડૂતો પાસેથી આ ભાડું કે અન્ય કોઈ ચાર્જ વસૂલ કરી શકાશે નહીં.

Tags :
aapBotadFarmersgujaratgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement