For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયત

03:54 PM Oct 11, 2025 IST | Bhumika
cmના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયત

ભક્તિનગર સર્કલ પાસેથી જ ઉપાડી લીધા, અમુકને નજરકેદ કરાયા

Advertisement

રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પહેલા જ આમદ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યારે અમુકને નજર કેદ કર્યા હતાં.

મુખ્યમંત્રીના રાજકોટ કાર્યક્રમમાં વિરોધ કરે, તે પહેલાં જ AAP વિધ્યાર્થી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજરોજ મુખ્યમંત્રી રાજકોટ મુલાકાતે હોય ત્યારે આપ વિદ્યાર્થી પાંખ ASAP ના કાર્યકર્તાઓ પહોંચે તે પહેલા જ ભક્તિનગર સર્કલ પાસેથી પોલીસ દ્વારા પ્રદેશ સંગઠન મહામંત્રી સુરજ બગડા, સૌરાષ્ટ ઝોન પ્રમુખ પ્રણવ ગઢવી, રાજકોટ પ્રમુખ કલાપી વારા, ઉપપ્રમુખ મોહિત ઝીંઝુવાડીયા, મંત્રી વિવેક ચાવડા, આયુષ ઝાલા સહિત કાર્યકર્તાઓ ની અટકાયત કરવામા આવી અને અન્ય ઘણા કાર્યકર્તાઓને અલગ અલગ સ્થળે નજર કેદ કરવામાં આવ્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement