For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકી

04:16 PM Jul 02, 2025 IST | Bhumika
મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકી

અમદાવાદથી કેજરીવાલની હાજરીમાં ‘આપ’ના ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ

Advertisement

આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ જિલ્લામાં મનરેગાનું કરોડો રૂૂપિયાનું કૌભાંડ બહાર આવી રહ્યું છે તેની સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ નહીં થાય તો દસ દિવસ બાદ તમામ જિલ્લામાં આંદોલન કરવાની ચીમકી આપી છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે મનરેગા યોજના નાગરિકોને તેમના વિસ્તારમાં જ રોજગારી મળે તે માટેની છે.જો કે દાહોદમાં ભાજપના એક મંત્રીના પરિવારના સભ્યોને તેના કરોડોના ટેન્ડર મળ્યા હતા. તે પછી મનરેગાનું કામ નિયમ પ્રમાણ કરાયું ન હતું. તેમાં કરોડો રૂૂપિયાની ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ પણ નોંધાવાઇ છે.

Advertisement

તેમ છતાં સરકારે હજુ મંત્રીને પદ પરથી હટાવ્યા નથી. વસાવાએ એવો પણ દાવો કર્યો હતો કે 19 પંચાયતોના પુરાવા આપ્યા હતા તેમાંથી ફક્ત ત્રણ પંચાયતોમાં તપાસ થતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. આવા કૌભાંડ નર્મદા, ભરૂૂચ અને પંચમહાલ જિલ્લામાં પણ થયા છે.ભાજપ સરકાર મંત્રીને મંત્રી મંડળમાંથી બરખાસ્ત નહીં કરે તો દસ દિવસ પછી જે સ્થળે કૌભાંડ થયા છે ત્યાં સ્થાનિક લાભાર્થીઓને સાથે રાખીને આંદોલન કરાશે.
ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેના અગ્રણીઓ મનરેગાના કૌભાંડમાં સામેલ છે. સીબીઆઇ, ઇડી અને જીએસટી વિભાગ દ્વારા તપાસ થાય તે જરૂૂરી છે.

‘આપ ’ દ્વારા જણાવાયું હતું કે આજથી અમદાવાદમાં પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમા ગુજરાત જોડો સદસ્યતા અભિયાનથનો પ્રારંભ કરવામા આવ્યો છે રાજ્યમા વિવિધ સ્થળે લોકોને આપમાં જોડાશે. આપની પોલ ખોલ ટીમ દ્વારા અખઈ ની કામગીરી કેવી છે તે ચકાસવા પ્રવક્તા ડો. કરણ બારોટ વિગેરેએ વેજલપુરમાં રાષ્ટ્રપાલ હાઉસિંગ સોસાયટીની મુલાકાત લઇ વરસાદી પાણી ભરાઇ જવા સહિતના રહીશોના પ્રશ્નોની જાણકારી મેળવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement