For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોડ-રસ્તા મુદ્દે આપનો વિરોધ : ઝપાઝપી કરતા 12ની અટકાયત

05:09 PM Jul 09, 2025 IST | Bhumika
રોડ રસ્તા મુદ્દે આપનો વિરોધ   ઝપાઝપી કરતા 12ની અટકાયત

કાર્યકરો મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરે તે પહેલા જ પોલીેસે ગાડીમાં બેસાડી પોલીસ ચોકીએ મોકલી દીધા

Advertisement

વરસાદના પગલે શહેરમાં તુટેલા રોડ રસ્તા અને ખાડાઓ મુદ્દે સરકારે તંત્રની ઝાટકણી કર્યા બાદ તમામ વિપક્ષો પણ આ મુદ્દો હાથ ઉપર લઈ વિરોધ પ્રદર્શન સાથે અવનવા કાર્યક્રમો આપી રહ્યા છે જે અંતર્ગત રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે રોડ-રસ્તા મુદ્દે રજૂઆત કરી વિરોધ પ્રદર્શન યોજવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. પરંતુ બપોરે 11 વાગ્યે કાર્યકર્તાઓ ભેગા થતાં જ ત્યાં ઉપસ્થિત પોલીસના જવાનોએ કાર્યકરોને રજૂઆત કરતા રોકતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં અંતે પોલીસે બળ પ્રયોગ કરી તમામ કાર્યકર્તાઓને વેનમાં બેસાડી પોલીસ ચોકી ખાતે ધકેલી દેતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો હતો.

શહેરમાં ડીઆઈપાઈપલાઈનની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં પેચવર્ક કામ ચોમાસામાં અંધેર તંત્રએ શરૂ કર્યુ હતું. જેના લીધે તકલાદી કામ થતાં વરસાદી પાણીમાં પેચવર્ક સહિતના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતાં અને શહેરભરમાં દેકારો બોલી ગયેલ ખાડાઓ મુદ્દે વિપક્ષ તેમજ પ્રજાજનોએ તંત્રને આડેહાથ લીધું હતું. તેમજ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા અંતે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી તમામ મહાનગરપાલિકાઓ, પાલિકાઓ, ગ્રામ પંચાયત, હાઈવે ઓથોરીટી સહિતના વિભાગના અધિકારીઓને રોડ રસ્તા મુદ્દે રિતસરના ખખડાવી નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ઘરભેગા કરી લોકોની સમસ્યા તાત્કાલીક હલ થાય તેવા પ્રયત્નો કરવાના આદેશ જારી કરતા છેલ્લા બે દિવસથી મહાનગરપાલિકાનો તમામ સ્ટાફ 24 કલાક ખાડા પુરવાની કામગીરીમાં લાગી ગયો છે.

Advertisement

ડે. કમિશનરની અધ્યક્ષતામાં રાત્રીના સમયે ચાલુ વરસાદે પણ ખાડા પુરવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ત્યારે વિરોધ પક્ષોએ પણ લોકોની આ સમસ્યાનો લાભ લેવાનું વિચાર્યુ તંત્રમાં રજૂઆત કરી વિરોધ પ્રદર્શનો યોજી રહ્યા છે.

જસ લેવાનો સહેલો રસ્તો સૌ કોઈ અપનાવી રહ્યા છે
સરકાર દ્વારા થતી તમામ પ્રકારની કામગીરીમાં ક્યાંય પણ વાધા વચકા જોવા મળે ત્યારે તમામ વિરોધપક્ષો દ્વારા આવેદન પાઠવવાનો અને વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ અવશ્ય યોજવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારના સેંકડો કાર્યક્રમો યોજાઈ ગયા છે પરંતુ વિરોધ પ્રદર્શન અંગેની જાણકારી તમામ વિભાગ પાસે અગાઉથી પહોંચી જતી હોય કે, પહોંચાડી દેવામાં આવતી હોય વિરોધ પ્રદર્શન વખતે કાર્યકરોની અટકાયત થતી હોય ત્યારે વિરોધ કરનારાઓ હસ્તા મોઢે ધરપકડ વહોરી લેતા હોય છે. આથી ફક્ત જશ લેવા માટે જ આ પ્રકારના નાટકો કરવામાં આવતા હોવાની આજના બનાવ બાદ લોકોમાં ચર્ચા જાગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement