‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશે
તહેવારોમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ
આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરમાં નુકસાન કર્યું છે તેવું ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે. ફુલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું. તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે. ખેડૂતોના મતથી જીતેલા એક ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી સંવેદના, જવાબદારી અને ફરજ છે.
બોટાદના હડદડ ગામે પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં 65 પૈકી 18 આરોપીઓના પોલીસે રિમાન્ડ માગ્યા હતા. તથા 18 આરોપીઓના 20 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર છે. 65 પૈકી 47 આરોપીઓને જેલના હવાલે કરાયા છે. તથા 85 પૈકી 65 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. એપીએમસીમાં હરાજીના માધ્યમથી એકવાર કપાસના ભાવ નક્કી થઈ ગયા બાદ કપાસ ખરીદનાર વેપારી ખેડૂત જયારે ખેડૂત વેપારીની જીનિંગ ફેકટરી કે ગોડાઉને કપાસ ઠાલવવા જાય ત્યારે વેપારી કપાસની ગુણવત્તા બાબતે ફરિયાદ કરી ભાવમાં ઘટાડો કરે તેને કદડો કહેવાય છે. આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટના કિસાન પાંખના પ્રમુખ રાજુ કરપડા આ કદડા પ્રથા તેમ જ ખેડૂતોના ખર્ચે બોટાદ યાર્ડમાંથી વેપારીની ફેક્ટરી સુધી કપાસ પહોંચાડવાના ભાડાનો બોજ ખેડૂતો પર છે તેનો વિરોધ કરી રહ્યા છે.