આમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડ
કાલે તમામ કલેકટર કચેરીમાં પત્ર આપી વિરોધની ઇશુદાનની જાહેરાત
બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે અમદાવાદ કાર્યાલય ખાતે કડદા પ્રથા બંધ કરવાની માગ અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા. જોકે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને આ બંને નેતાઓ ઉપવાસ શરૂૂ કરે તે પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હડદડ ઘર્ષણ દરમિયાન ખેડૂતોને ભડકાવવાના આરોપસર આ બંને નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.બોટાદના હડદડમાં ઘર્ષણ સમયે પથ્થરમારો થયો અને પોલીસ ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે ગામમાં ખેડૂતોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ખોટી રીતે અટકાયત કરી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે. જેથી ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે અને કડદા પ્રથા બંધ કરવાની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેસવાના હતા. ત્યારે અમદાવાદના કાર્યાલય પર કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ ઉપવાસ પર બેસવા પહોંચે તે પહેલા વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જે બાદ જેવા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામની પહોંચ્યાં ત્યાં જ બંને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપીય કડદા પાર્ટી અઙખઈમાં લૂંટ મચાવી રહી છે અને કોઇપણ ભાજપના નેતા ખેડૂતોનું સંભાળવા પણ તૈયાર નથી. ભાજપના નેતાએ કડદા પ્રથા બંધ કરવાના બદલે ખેડૂતોને કચડી નાખવાનું નક્કી કર્યું હતું. જે બાદ પોલીસે તમામ કામ બંધ કરી આમ આદમી પાર્ટી અને ખેડૂતોને નેતા પાછળ લગાવી દીધી હતી.વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આવતીકાલે સવારે તમામ જિલ્લા કલેક્ટર કચેરીમાં પત્ર આપીને વિરોધ કરશે. ખેડૂતોને અપીલ છે કે, તમારા માટે લડવા માટે આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયાર છે.