For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભરતી કૌભાંડના 28 આરોપીઓ હજુ પકડાયા નથી એ મુદ્દા પર આપ નેતા પ્રવીણ રામે સરકારને આડે હાથ લીધી

12:33 PM Feb 12, 2024 IST | Bhumika
ભરતી કૌભાંડના 28 આરોપીઓ હજુ પકડાયા નથી એ મુદ્દા પર આપ નેતા પ્રવીણ રામે સરકારને આડે હાથ લીધી

ગુજરાતમાં અત્યારસુધી મોટાભાગના પેપરો લીક થયા છે તેમજ અનેક કોભાંડો થયા છે, પરંતુ આ પેપર લિકની ઘટનામાં પેપર લિકના હજુ સુધી 6 આરોપીઓ અને યુનિવર્સિટી ઊતરવહી કોભાંડના 22 આરોપીઓ હજુ પકડાયા નથી એવું સરકારે વિધાનસભામાં સ્વીકરતા આપ નેતા પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર ઉપર સવાલો ઉઠાવ્યા, અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવીણ રામે જણાવ્યું કે સરકારની મનસા પેપર ફોડનાર, ભ્રષ્ટાચારી અને કટકીબાજોને પકડવાની નથી કારણકે આ બધા ભાજપના કમાઉ દીકરા છે, આ પેપર ફોડનાર અને કટકીબાજો પાસેથી ભાજપને મલાઇ મળતી રહે છે એવો ગંભીર આક્ષેપ આપ નેતા પ્રવીણ રામે કર્યો

Advertisement

આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે જ્યારે કોઈ પેપર ફૂટવાની ઘટના બને અથવા કોઈ મોરબી જેવી દુર્ઘટના બને ત્યારે ભાજપના નેતાઓ બહાર આવીને મીડિયામાં બયાનબાજી કરતા હોય છે કે કોઈ ગુનેગારને છોડવામાં નહિ આવે, ગુનેગારને કડકમાં કડક સજા મળશે, કાયદો કાયદાનું કામ કરશે ,અને ત્યારે તો થોડો સમય એવું લાગે કે આરોપી પકડાશે એટલે આ લોકો ગોળીએ દઈ દેશે અથવા ફાંસીએ ચડાવી દેશે, આ ભાજપ ગુનેગારોને પૂરા કરી નાખશે એવુ ભોળી પ્રજાને ભાસ થવા લાગે પરંતુ હકીકતમાં ભાજપ ગુનેગારોને પૂરા નથી કરતી પણ પૂરા કરે છે ફરિયાદ કરનારને, પૂરા કરે છે અવાજ ઉઠાવનારને,પૂરા કરે છે બેરોજગાર યુવાનને, પૂરા કરે છે ખેડૂતોને, પૂરા કરે છે વંચિતોને બાકી પેપર ફોડનારા અને કટકીબાજો તો ભાજપના કમાઉ દીકરા છે આવા આક્ષેપ સાથે સરકારને પ્રવીણ રામે આડેહાથ લીધી, સાથે સાથે એવું પણ જણાવ્યું કે સમાચારપત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે કે મોરબી દુર્ઘટનાના આરોપીઓ જેલમાં રાજાશાહી ભોગવી રહ્યા છેવધુમાં એમને જણાવ્યું કે હજુ જૂના આરોપીઓ પકડાતા નથી અને ભાજપ સરકાર કેન્દ્રમાં પેપર લીક બાબતે નવો કાયદો લઈને આવી છે ત્યારે આ કાયદો માત્રને માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત સિવાય બીજું કંઈ નથી એવા આક્ષેપ સાથે સરકાર પર તીખા પ્રહારો કર્યા

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement