For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો

11:55 AM Jun 18, 2025 IST | Bhumika
કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો

વિસાવદરમાં ‘આપ’ના નેતાને કોંગ્રેસે બે લાખ આપ્યાના દાવા બાદ જૂનાગઢ પંથકમાં ભાજપના ઉમેદવારે વિદેશી દારૂ ઉતાર્યાના આક્ષેપથી ખળભળાટ, કાલે મતદાન

Advertisement

વિસાવદરની ચુંટણીનાં મતદાન માટે ગણત્રીનાં કલાકો જ બાકી છે ત્યારે રાજકીય ગરમાઓ ચરમસીમાએ પહોચ્યો છે. ગઇકાલે ‘આપ’ નાં નેતાને ખરીદવા કોંગ્રેસે બે લાખ આપ્યાનાં આપનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનાં દાવા બાદ જૂનાગઢમા ‘આપ’ નાં નેતાએ જનતારેડ કરી દારૂ પકડી પાડી આ દારૂ ભાજપનાં ઉમેદવાર કિરીટ પટેલે મંગાવ્યાનો આક્ષેપ કર્યો છે.

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાડા જનતા રેડ કરી દારૂૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. કિરીટ પટેલે જ આ દારૂૂ ઉતાર્યો હોવાનો રાજુ કપરાડાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement

ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ મૈતરના ભત્રીજાની વાડીમાંથી પકડાયો 1000 બોટલ દારૂૂ વિસાવદરની ચૂંટણી પહેલા દારૂૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. બગડુ અને ખડિયાની વચ્ચે આણંદપુર પાસે વાડીમાંથી દારૂૂ પકડ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. તેમજ પંચનામું કરી પોલીસે દારૂૂનો કબ્જો લીધો હતો. હજુ દસ ટ્રક ભરી દારૂૂ ગામડે ગામડે ઉતારાયો હોવાનો આક્ષેપ પણ રાજુ કરપાડા દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ તેનું નિષ્પક્ષ કામ કરે તે જરૂૂરી છે. આમ આદમી પાર્ટીનું એક જ દિવસમાં બીજું સ્ટીંગ ઓપરેશન છે.

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતાને 2 લાખમાં ખરીદવા માટે ઓફર કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ આખી ઘટનાનું સ્ટિંગ કર્યુ હોવાનો પણ દાવો કર્યો છે. આ બાબતને સાબિત કરવા ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ પ્રાંત કચેરીએ પૂરા 2 લાખ રોકડા લઈને પહોંચ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે.

વિસાવદર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ
વિસાવદર બેઠક પરની પેટાચૂંટણી ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે નીતિન રાણપરીયા પર પસંદગી ઉતારી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકીટ આપી છે. વિસાવદર બેઠક પર ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટીએ આયાતી ઉમેદવારોના સવાલોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા એડીચોટીનું જોર લગાવીને રોજે રોજ પ્રચાર કરી રહ્યા છે. જો કે તેમને સનાતન ધર્મ મુદ્દે આપેલ નિવેદન બદલ વિરોધનો પણ ભોગ બનવું પડ્યું હતું. અનેક સંતો સહિત જૂનાગઢના કિન્નર અખાડાએ પણ ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. હવે વિસાવદર બેઠકની જંગમાં ગોપાલ ઈટાલિયાએ સ્ટિંગ ઓપરેશનનો મુદ્દો ઉમેરીને ચકચાર મચાવી દીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement