For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી-ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલયનો પ્રારંભ

12:21 PM Dec 05, 2025 IST | Bhumika
ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલયનો પ્રારંભ

આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજાહિતના કામો કરતી આવી છે. જેને લીધે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ રોજબરોજ વધતું જાય છે. જેને લીધે દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે જેથી પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય.

Advertisement

જેને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આજરોજ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, છાત્ર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, ધોરાજી વિધાનસભા પ્રમુખ અરવિંદ કાપડિયાના હસ્તે થયેલા આ શુભારંભમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ, સ્થાનિક સંગઠનના સાથીઓ તેમજ યુવાઓ, વડીલો, માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેજસ ગાજીપરા અને ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પ્રજાના કામો માટે હંમેશા તત્પર રહી છે. આંધળી બહેરી સરકારના કાને વાત પહોચાડવાનું અને તેને પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. અમે રાજનીતિ કરવા નહીં, પણ બદલવા આવ્યા છીએ. જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement