ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આમઆદમી પાર્ટીનું 13 એપ્રિલે વિસાવદરમાં મહાસંમેલન

05:54 PM Apr 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097152
Advertisement

આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવજી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં તમામ પ્રદેશના નેતાઓની સાથે સાથે રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોષી, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, ગુજરાત પ્રદેશ ટ્રેડિંગ પ્રમુખ શિવમભાઈ બારસિયા, રાજકોટ લોકસભા ઇન્ચાર્જ દિલીપ સિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા ઉપપ્રમુખ નિમિષાબેન ખૂંટ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મિથ્યા હતી તે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને લોકો અપનાવતા નથી, પરંતુ આમ આદમી પાર્ટીને 40 લાખથી વધુ વોટ આપીને લોકોએ આ મિથ્યાનો ભંગ થયો. લોકોએ આ સાથે જ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે એક ઉમ્મીદની કિરણ છે. પાંચ સીટો પર અમારી જીત થઈ હતી અને 39 સીટો એવી હતી અમે બીજા નંબરે રહ્યા હતા. આ સિવાય પણ બીજી અનેક સીટ ઉપર લોકો એમને ખૂબ જ મોટી સંખ્યામાં વોટ આપીને સમર્થન કર્યું. જે જગ્યા પર થોડી ઘણી કમી રહી ગઈ હતી તે કમીને દૂર કરવા માટે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અમને જવાબદારી આપી.આઠ તારીખે અમે ગુજરાત આવ્યા અને 9 તારીખે ગાંધીનગર ખાતે સંગઠનની મીટીંગ કરી.

ગઈકાલે અમદાવાદમાં અનેક યુવાનો સાથે અમારી મીટીંગ થઈ અને આજે રાજકોટમાં અમારા કાર્યકર્તાઓ સાથે સંગઠનની મીટીંગ છે. 13 એપ્રિલના રોજ વિસાવદર ખાતે સમગ્ર ગુજરાત પ્રદેશના સંગઠનનું કાર્યકર્તા સંમેલન અમે યોજવા જઈ રહ્યા છીએ. ગુજરાતની તમામ લોકસભા અને વિધાનસભાઓના પ્રમુખ આ સંમેલનમાં હાજર રહેશે. 13 એપ્રિલ બાદ અમે સમગ્ર ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકના સંગઠન નિર્માણનું કામ શરૂૂ કરીશું. અમે વિસાવદરમાં સંમેલન કરવા જઈ રહ્યા છીએ કારણકે વિસાવદરના ખેડૂતોએ ક્યારેય પણ ભાજપને વોટ આપ્યો નથી. માટે વિસાવદરની જનતાનું અને ખેડૂતોનું અપમાન કરવા માટે ભાજપે આમ આદમી પાર્ટીના જીતેલા ધારાસભ્યનું રાજીનામું અપાવ્યું. છેલ્લા દોઢ વર્ષથી વિસાવદરના લોકો પાસે કોઈ ધારાસભ્ય નથી. હવે આટલા સમય બાદ વિસાવદરમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. અને વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે થયેલા અપમાનનો બદલો લેશે અને ભાજપને હરાવશે. ગુજરાતના લોકોમાં દર્દ વધી ગયું છે કારણ કે ગુજરાતમાં ભાજપનું વિકાસનું મોડલ આજે ગુલામીનું મોડલ બની ગયું છે.

Tags :
aapgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement