આમઆદમી પાર્ટીને ફાવી ગયું, વધુ પાંચ સ્થળે ‘ખેડૂત મહાપંચાયત’નું આયોજન
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ લડી લેવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં રાજ્યમાં વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે.નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા આ પહેલા ગુજરાતમાં બોટાદના હડદડ અને સુરેન્દ્રનગરના સુદામડામાં ખેડૂત મહાપંચાયત યોજાવમાં આવી હતી. જેમાં હડદડમાં મહાપંચાયત સમયે ઘર્ષણનો બનાવ બન્યો હતો.
આમ આદમી પાર્ટીએ વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી 23 નવેમ્બરે વ્યારા બારડોલી લોકસભા ખાતે, 29 નવેમ્બરે આણંદ ખાતે, 30 નવેમ્બરે બનાસકાંઠા ખાતે, 7 ડિસેમ્બરે અમરેલી ખાતે, 14 ડિસેમ્બરે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયત યોજાશે.16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ખેડૂતોનું માંગ પત્ર રજૂ કરશે. પંજાબમાં અઅઙ સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજારનું વળતર ચૂકવ્યું છે તો એટલું જ વળતર ગુજરાત સરકાર પણ ખેડૂતોને ચૂકવે તેવી મુખ્યમંત્રી પાસે માંગ કરશે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરન બારોટે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસની મિલીભગતમાં કારણે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કડદાનો ભોગ બની રહ્યા હતા. ખેડુતોના તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલન કર્યું તો તેમણે જેલમાં મોકલી દીધા છે.
આજે ખેડૂતો મજબૂત થઈને બહાર આવી રહ્યા છે. સરકારે જે પેકેજ જાહેર કર્યું તે ખેડૂતો માટે લોલીપોપ સમાન છે. ભાજપ યોગ્ય વળતર નહીં આપી શકે તે દુ:ખમાં અને પરિવારની ચિંતામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જો આમ આદમી પાર્ટીની તમામ માંગ સરકાર નહીં સ્વીકારે 16 ડિસેમ્બરે મુખ્યમંત્રી પાસે જઈને માંગ પત્રક રજૂ કરશે.