મોરબીના ભડિયા ગામના યુવકનો મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત
મોરબીના ભડીયા ગામે રહેતા યુવાને ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. શોધખોળ દરમિયાન મચ્છુ ડેમના કાઠેથી મળી આવેલા બાઇકના આધારે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ભડિયા ગામે રામાપીરના ઢોરે રહેતા વિપુલ ભુપતભાઈ કણસાગરા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
પરિવારની શોધખોળ દરમિયાન મચ્છુ ડેમના કાંઠેથી મળી આવેલા યુવકના બાઈકના આધારે ડેમમાં તપાસ કરતા વિપુલ કણસાગ્રાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિપુલ કણસાગરા મજૂરી કામ કરી પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પટેલ અને રાઇટર યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.