ભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યો
મારણ કરી રહેલ સિંહની નજીક જઈ વીડિયો ઉતાર્યો: વીડિયો ઉતારવાની લ્હાયમા યુવક હુમલાનો ભોગ બનતા રહી ગયો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં અને ખાસ કરીને મધુવન મેથળા તલ્લી બામ્ભોર જેવા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વર્ષોથી સાવજ પરિવાર રહે છે. જેમાં તળાજા ના તલ્લી ગામના એક યુવકે બે દિવસ પહેલા મરણ કરેલ પશુની મીજબાની માણતો સિંહનો વિડીયો ઉતાર્યો હતો. યુવક વિડીયો ઉતારી રહ્યો છે ત્યારે સાવજ કેટલાક ડગલા યુવક ની પાછળ પણ દોડે છે તેઓ વિડિયો કોઈએ ઉતારીને વાયરલ કરેલ છે. એ વિડીયો આજે વ્યાપક પ્રમાણમાં વાયરલ થતા તળાજા ફોરેસ્ટે તપાસ હાથ ધરી છે જેમાં સાવજ ની પજાણી કરતો યુવક તલ્લી ગામનો હોવાનું ફોરેસ્ટ તંત્રના ધ્યાને આવતા તપાસ હાથ ધરેલ છે.
તળાજા પંથકમાં સિંહની પજવણી કરતો વિડિઓ પ્રથમ વખત વાયરલ થયો છે.આ વિડિઓ મા સિંહ દ્વારા મારણ કરેલ પશુ થી જઠરાગ્નિ શાંત કરી રહ્યો છે.દિવસ દરમિયા રોડ નજીક જ સાવજ મારણ ખાતો હોય તેવો વિડિયો ઉતારવા માટે એક યુવક સિંહની નજીક જાય છે.આથી જઠરાગ્નિ શાંત કરતો કેશવાળી વાળો સાવજ કેટલાક ડગલા યુવક ની પાછળ દોડે છે.
જોકે એ સમયે યુવક પીઠ દેખાડી ને ભાગતો નથી,તે પણ પાછા પગલા ભરવા માંડે છે.એ સમયે અનેક વ્યક્તિઓ આ દૃશ્ય જોઈ રહ્યા છે ને કેટલાક લોકો વિડિઓ ઉતારી રહ્યા છે.
વાયરલ વીડિયો બાબતે આર.એફ.ઓ રાજુ ઝીંઝુવાડીયા એ જણાવ્યું હતુકે તલ્લી બામ્ભોર ગામ વચ્ચે નો છે.તે બાબતે સ્થળ સહિત ની તપાસ હાથ ધરી છે.જેમાં સિંહ ની પજવણી કરી રહેલ યુવક નું નામ ગૌતમ શિયાળ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.ગૌતમ વિડિઓ ઉતારી રહ્યો છે ને સિંહ દોડે છે,એ વિડિઓ કોણે બનાવ્યો ને વાયરલ કર્યો એ પણ તપાસનો વિષય છે.ફોરેસ્ટ કાયદા મુજબ ગૌતમ શિયાળ ની પૂછપરછ કરવા ની સાથે તેમની વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવશે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ ના નામ ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.