લોઠડાના યુવાને મજૂરી કામની હેરાનગતિથી કંટાળી પેટમાં છરી ભોંકી આપઘાત કર્યો’તો
લોઠડા ગામે 30 વર્ષના યુવાને મજૂરી કામ બાબતે હેરાન કરતા બે શખ્સોના ત્રાસથી કંટાળી પોતાની જાતે પેટમાં છરીના ઘા ઝીંકી આપઘાત કરી લીધાનું તપાસમાં ખુલતા બંને શખ્સ વિરુદ્ધ આજીડેમ પોલીસે આપઘાતની ફરજનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. લોઠડા ગામ પાસે વડાલીયા કંપની પાછળ ભનુભાઈ ભીખાભાઈ મેટાળીયા (કોળી) (ઉ.વ.54)એ પોતાની ફરિયાદમાં અશોકભાઇ કાનાભાઇ મકવાણા(ઉ.વ.40) અને અજય ભાઇ જેરામભાઇ મેણીયા (ઉ.વ.26) (રહે, બંન્ને લોઠડા ગામ)નું નામ આપતા તેમની સામે આપઘાતની ફરજનો ગુનો નોંધયો હતો.
ભનુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પુત્ર દિનેશને સંતાનમાં એક પુત્ર છે તેના પત્ની આશા સાથે એકાદ વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા.મૃતક પુત્ર દિનેશભાઈ ભનુભાઈએ ગઇ તા.24/02ના રોજ પોતાના ધરે કોઈ કારણસર પોતાની જાતે પેટના ભાગે છરી મારેલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત થયું હતું. ગઇ તા.23/02 ના રોજ હું તથા મારી પત્ની લાભુબેન તથા મારો દિકરો દિનેશ એમ અમારા ઘરે હતા ત્યારે બપોરના આશરે બે વાગ્યાની આસપાસ અમારી શેરીમા આગળ રહેતા અશોકભાઈ કાનાભાઈ મકવાણા મારા ઘરે આવેલ અને મારા દિકરાને કહેલ કે તુ કેમ મારા ત્યા કામે આવતો નથી જેથી મારા દિકરાએ અશોકભાઈ ને કહેલ મારી તબીયત સારી નથી જેથી કામે આવતો નથી બાદ અશોકભાઈએ મારા દિકરાને કહેલ કે બહાર આવ તારૂૂ કામ છે જેથી મારો દિકરો તેની સાથે ગયેલ હતો બાદ બે કલાક પછી મારો દિકરો ઘરે આવેલ એક્દમ ગભરાઈ ગયેલ હતો અને રૂૂમમા જઇ સુઇ ગયેલ હતો બાદ મોડી રાત્રીના મારો દિકરા એકલો એકલો રાડા રાડી કરવા લાગેલ અને બોલતો હતો કે મને અશોકભાઈ અને અજયભાઈ મેણીયા મને જીવવા નહિ દે મને મારી નાખશે. બાદમાં મેં મારા દિકરાને આશ્વાસન આપી સુવડાવી દીધો હતો અને તા.24/02 ના રોજ સવારના સાડા નવેક વાગ્યાની આસપાસ મારો દિકરો રૂૂમમાં રાડારાડી કરવા લાગેલ જેથી હું તથા મારી પત્ની દોડી રૂૂમમા ગયેલ હતા ત્યારે મારા દિકરાએ માતાજીના મંદિરમા રાખેલ છરી વડે પોતાની જાતે પેટના ભાગે ત્રણ ચાર પાંચ ધા મારી દીધા હતા.
તેમને સારવારમાં ખસેડવામાં આવતા મારો દિકરો મને કહેતો હતો કે હું અને પ્રવિણભાઈ સામતભાઇ પરમાર બંન્ને અશોકભાઈને ત્યા મજુરી કામ કરતા હોય અને અજય મેણીયા અમને બંન્નેને ધમકી આપતો હતો કે તમે બંન્ને મારા ત્યા મજુરી કામે આવતા જાવ નહિતર બંન્નેને જીવતા નહિ રહેવા દવ તેવી અમને ધમકી આપે છે.બાદમાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું જેથી આ બંને આરોપીએ દિનેશને ત્રાસ આપતા મારવા મજબુર થયો હતો.આ મામલે પોલીસે આરોપીઓને સંકજામાં લેવા પૂછપરછ શરૂૂ કરી છે.