જૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુ
અન્ય બેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા
જૂનાગઢ રાજકોટ હાઈ વે પર ગતરાત્રે નવ થી દશ વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં સામસામે બે ફોર વ્હીલર કાર અથડાતાં ધટના સ્થળે એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું.
જયારે બે વ્યક્તિ ને ગંભીર ઈજાઓ થઈ હતી તે હાલમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કાર અકસ્માતમા હિમાંશુભાઈ ભટ્ટ નું મૃત્યુ નિપજયુ હતુ. આ અકસ્માત ના બનાવની જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ થી રાજકોટ તરફ જતી ફોર વ્હીલર કાર ની સાથે રાજકોટ તરફથી પુર ઝડપે આવતી એક ફોર વ્હીલ કાર અથડાતાં આ સામ સામે ફોર વ્હીલર અથડાતાં આ અકસ્માતમા જુનાગઢ ના કાર ચાલક હિમાંશુ ભટ્ટ ઉ. વ. (45) નું અકસ્માત દરમિયાન કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ત્યારે તેમના પત્ની અવનીબેન હિંમાંશુભાઈ ભટ્ટ ઉ. વ. 30 તથા પુત્ર તનુસ ઉ. વ. 18 ને અકસ્માત દરમિયાન અતિ ગંભીર ઇજાઓ તથા હાલમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત સર્જનાર અન્ય કારના ચાલક કાર મૂકી ફરાર થઈ ગયા હતા અને પોલીસે ધટના સ્થળે પહોંચી અને હાઈ વે પર અકસ્માત થયેલ કાર દૂર ખસેડી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો