રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણના યુવાનનું વ્યાજખોેરે અપહરણ કરી ફલેટમાં ગોંધી રાખ્યો, ગુનો નોંધાયો

01:25 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જીલ્લામાં વ્યાજખોરનો ત્રાસ યથાવત છે. પોલીસનો જાણે ડર ના હોય તેમ જસદણના શિવરાજપુરના યુવકને વ્યાજખોરે ગામના પાદરે બોલાવી થાર ગાડીમાં અપહરણ કરી લઇ જઇ નાણાની પઠાણી ઉઘરાણી કી લઇ જઇ ફલેટમાં ગોંધી રાખતા પોલીસમાં બે શખ્સો સામે મનીબેન્ડ એકટ, બળજબરીથી કઢાવવું અપહરણ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શિવરાજપુરમાં રહેતા જયદીપભાઇ ઉર્ફે દીપો તેજાભાઇ ઝાપડીયા (કોળી) નામના 25 વર્ષના યુવાને ફરીયાદમાં પ્રભાત બહાદુર જળુ અને વિરાજ કિશોરભાઇ ચાવડાનું નામ આપતા તેઓની સામે ગુનો નોંધ્યો હતો.

Advertisement

જયદીપભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના મિત્ર વિશાલ રામજી વાસાણીને પૈસાની જરૂર હોય તેમને પ્રભાત જળુ પાસેથી વ્યાજે રૂા.1 લાખ નાણા અપાવ્યા હતા તેમાં પોતે જામીન પડયો હતો. જેથી વિશાલ દારૂના ગુનામાં પકડાઇ જતાં પોતે વ્યાજ આપી શકશે નહીં જેથી પોતે જામીન પડયો હોય આરોપીઓ જમીનનું લખાણ કરી આપ તેવું કહી ધમકી આપતા અને તેમને ઉપાડી જઇ દાટી દેશું તેવું કહી ધમકીઓ આપી હતી.

ત્યારબાદ ગઇકાલે સાંજના સમયે આરોપીઓ પ્રભાત અને વિરાજે ગામના પાદરે બોલાવી ત્યાં થાર ગાડીમાં આવેલા બન્નેએ જયદીપનું અપહરણ કરી લઇ જઇ તે દરમિયાન પત્નીને આ વાત કરી દીધી હતી. આરોપીઓ કારમાં બેસાડી ગોખલાણા ચોકડી આગળ પેટ્રોલપંપ પછી ઘરની હાઇટસ ફલેટમાં હોય ત્યાં લઇ ગયા અને રસ્તામાં ગાળો આપતા હતા અને જમીનનું લખાણ કરી આપવા કહેતા તેઓએ ફલેટમાં પુરી દેતા પત્નીએ પોલીસને જાણ કરતાં બન્ને આરોપી અને જયદીપને પોલીસ મથકે લાવી ફરીયાદ નોંધાવી હતી.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement