જસદણના સુખપુર ગામે બાઇક અકસ્માતમાં ગોખલાણાના યુવકનું મોત
ગઢડા કોથમીરના રૂપિયા લેવા જતી વખતે ઘટી ઘટના; યુવાનના મોતથી પરિવારમાં શોક
જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતો યુવાન ગઢડા ગામે કોથમીરના રૂૂપિયા લેવા જતો હતો ત્યારે સુખપુર ગામના પાટીયા પાસે અજાણ્યા બુલેટ ચાલકે યુવકના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતા મહેશ કેશુભાઈ વાઘેલા નામનો 25 વર્ષનો યુવાન આઠ માસ પૂર્વે પોતાનું બાઈક લઈને સુખપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બુલેટ ચાલકે મહેશ વાઘેલાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માતર સર્જાયો હતો.
અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશ વાઘેલાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહેશ વાઘેલા પાંચ ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે મહેશ વાઘેલા ગોખલાણાથી ગઢડા ગામે કોથમીરના રૂૂપિયા લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.