ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આનંદનગરના યુવાને પત્નીના ત્રાસથી વાવડી નજીક કર્યો આપઘાતનો પ્રયાસ

04:20 PM Jul 25, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રૈયાધારમાં પરિણીતાને કચરો નાખવા મુદ્દે જેઠ સાથે ઝઘડો થતા પતિએ માર માર્યો

Advertisement

શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા આનંદનગરમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી કંટાળી વાવડી પોલીસ ચોકી નજીક ફીનાઇલ પો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલા આનંદનગરમાં રહેતા ચિરાગ અરવિંદભાઈ નામનો 22 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામાં વાવડી પોલીસ ચોકી નજીક આવાસ યોજનાના ક્વાર્ટર પાસે હતો. ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગે છ મહિના પહેલા કુમકુમ સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન બાદ પત્નીએ પિતાથી અલગ કર્યો હતો. અને બાદમાં રૂૂ.40,000 ના મોબાઈલની માંગણી કરતા ચિરાગ મોબાઇલ નહીં લઈ દેતા પત્ની રિસામણે ચાલી ગઈ હતી અને પત્નીના ત્રાસથી ચિરાગએ ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂૂડીમાં રહેતી કાજલબેન ભરતભાઈ ચૌહાણ નામની 28 વર્ષની પરિણીતા પોતાના પોતાના ઘર પાસે હતી. ત્યારે પતિ ભરત ચૌહાણએ ઝઘડો કરી માર માર્યો હતો. કાજલબેન ચૌહાણને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં કાજલબેન ચૌહાણને કચરો નાખવા મુદ્દે જેઠ સાથે ઝઘડો થતાં જેઠ અને સાસુએ તું અહીંથી મકાન ખાલી કરીને ચાલી જા તેમ કહી નસેડી પતિને ચઢામણી કરી હતી જેથી પતિએ દારૂૂના નશામાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Anandnagargujaratgujarat newsrajkotrajkot newssuicidesuicided
Advertisement
Advertisement