મોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત
લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા 21 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના ઘૂટું લખધીરપુર રોડ પર આવેલ સનારીયા ગામ કંપનીમાં રહીને કામ કરતા મોહિતભાઈ રાજુભાઈ વર્મા (ઉ.વ.21) નામના યુવાને કોઈ કારણોસર પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોહીશાળામાં ઝેરી દવા પી જતાં સગીરાનું મોત
રોહીશાળા ગામની સીમમાં આવેલ વાડીએ 16 વર્ષની સગીરા ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.મૂળ છોટા ઉદેપુર જીલ્લાના વતની હાલ માળિયા (મી.) તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા વાણસીબેન જેન્તીભાઈ નાયક (ઉ.વ.16) નામની સગીરા ગત તા. 04 ના રોજ બપોરે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર બાદ વધુ સારવાર અર્થે મોરબી ખસેડાઈ હતી મોરબી સારવાર દરમિયાન મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
