સિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
11:44 AM Apr 15, 2025 IST | Bhumika
માતા ઘરકામ બાબતે અવાર-નવાર પુત્રીને ઠપકો આપતા હોવાથી યુવતીએ પગલું ભર્યું
Advertisement
સિહોર તાલુકાના સર ગામે માતાએ ઘરકામ બાબતે પુત્રીને ઠપકો આપતા યુવતીને લાગી આવતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર તાલુકાના સર ગામે રહેતા ભરતભાઈ પૂજાભાઈ લકુમની 18 વર્ષિય પુત્રી ક્રિષ્નાબેનને એક માસ પૂર્વે માતા દ્વારા ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો અને ઘરકામ બાબતે અવાર-નવાર ઠપકો આપતા હોય આ બાબતનું ક્રિષ્નાબેનને લાગી આવતા ગતરોજ પોતાના ઘરે મકાનના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે સિહોર પોલીસને જાણ થતાં સિહોર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
------
Advertisement