છૂટાછેડા થઇ જતા જિંદગીની ચિંતામાં યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાતાલુકાના મોટીખોખરી ગામની વતની અને હાલ જામનગર નજીક ગોરધનપર ગામમાં ગ્રીન વિલા સોસાયટીમાં રહેતી બંસી બેન નારણભાઈ આંબલીયા નામની 27 વર્ષની યુવતી એ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટુંકાવી લીધી છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા નારણભાઈ ભીખાભાઈ આંબલીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ સી.ડી. ગાંભવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક બંશીબેન, કે જેઓના આજથી છ માસ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા, અને પોતાના પિતાને ઘેર રહેવા માટે ગોરધનપર ગામે આવી ગઈ હતી. ત્યાં પોતાની આગળની જિંદગી ના ટેન્શનમાં આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલામાં સિક્કાના એએસઆઈ સી.ડી. ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.