રણછોડદાસ બાપુના આશ્રમે સિક્યોરિટીની નોકરી કરતા યુવાને જીવન ટૂંકાવી લીધું
માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા સાગરનગરમાં રહેતા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.આ મામલે બી ડિવિઝન પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ,શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા સાગરનગર શેરી નં 4માં રહેતો જીજ્ઞેશ રમેશભાઈ પાટડીયા ઉ.32 નામનો યુવક બપોરે દોઢેક વાગ્યા આસપાસ નાગબાઈ પાનની બાજુમાં આવેલ મેલડીમાના મંદિર પાસે હતો ત્યારે ઝેરી દવા પી લેતા તાકિદે બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડાયો હતો.જયાં ટુંકી સારવાર દરમ્યાન યુવકે હોસ્પિ.ના બિછાને દમ તોડી દેતા હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી હતી.
તેમજ બી ડીવીઝન પોલીસને જાણ કરતા પીએસઆઈ દિપેન ગાંધે સહિતનો સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરતા મૃતક કુવાડવારોડ પર આવેલ રણછોડદાસ આશ્રમમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.અને બેભાઈ-બે બહેનમાં બીજા નંબરનો અને અપરીણીત હતો.કયાં કારણોસર પગલું ભર્યુ તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.