કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
કારખાનામાં નોકરી કરતા યુવકના આપઘાતથી પરિવારમાં શોક
રાજકોટના બેટી રામપર ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના બેટી રામપર ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા કિશન હકાભાઈ મકવાણા ઉ.વ.18 નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
જેનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક કિશન ત્રણ ભાઈમાં વચેટ હતો અને અપરણીત હતો. તેના માતા-પિતા કોરોનાની બીજી લહેરમાં અવસાન પામ્યા હતાં.
હાલ ત્રણેય ભાઈઓ બેટી ગામે રહે છે. કિશનના આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.