હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોત
ચંદ્રગઢ ગામે કેનાલમાં પાણી ભરવા ગયેલ 15 વર્ષનો સગીર ડૂબતા 23 વર્ષીય યુવાન તેને બચાવવા પાણીમાં કુદ્યો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા બંનેના મોત થયા છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં વાડીએ રહેતા હિતેશ ભાવેશભાઈ રાઠવા (ઉ.વ.15) નામનો સગીર ગત તા. 07 ના રોજ બપોરે કેનાલમાં પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કેનાલમાં પડી ગયો હતો જેથી અશ્વિન સંજય રાઠવા (ઉ.વ.23) નામનો યુવાન તેને બચાવવા પાણીમાં કુદી ગયો હતો બંનેના પાણીમાં ડૂબી જતા મોત થયા છે હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ જોવા મળી રહી છે છાશવારે હત્યા, લૂંટ અને વ્યાજખોરી જેવા ગંભીર ગુના બનતા રહે છે જેમાં તાજેતરમાં વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર દુકાનમાં પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા થયાનું ખુલ્યું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે વાંકાનેર ના કાછીયાગાળા ગામના રહેવાસી દેવજીભાઈ સોમાભાઈ ઝરવરીયા નામના કોન્ટ્રાકટરે જણાવ્યું છે કે મરણ જનાર ઉત્તમ વિકાસ સાહુને અજાણ્યા ઇસમેં બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી છે વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર આવેલ ખોડીયાર ચેમ્બરની દુકાન નં 12 માં અજાણ્યા ઇસમેં કોઈ કારણોસર માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
વાંકાનેરના કોઠારિયા (જડેશ્વર) ગામે રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.28) નામના યુવાને બાઈક પર આવેલ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 05 ના રોજ હરસુખ બાઈક લઈને ટંકારાના હડમતીયા પાલનપીરથી માખણના કારખાના વણાંક પાસે પહોંચ્યો ત્યારે ડબલ સવારી બાઈકમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ ચાલુ બાઈકે યુવાનને જમણી સાઈડ પડખામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા ટંકારા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે
