ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં સમાધાન કરવા ગયેલા યુવાન ઉપર કાર ફેરવી દઇ ક્રુર હત્યા

01:05 PM Sep 24, 2025 IST | Bhumika
Advertisement

જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવ્યો, માર મારતા બાઇક લઇને ભાગ્યો તો કારથી ઉલાળી દીધો

Advertisement

ભાવનગર શહેરમાં અગાઉ થયેલ ઝઘડા ના સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ યુવાન ને માર મારતા યુવાન ભાગતા બાઈક પર કાર ચડાવી ગંભીર ઈજા પહોચાડી હત્યા કર્યા નો બનાવ બનવા પામ્યો છે.

આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર શહેરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા અશોકભાઈ ભુપતભાઈ મકવાણાના કુટુંબી મામાના દીકરા હાર્દિક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયાને એક વર્ષ પહેલા દિનેશ રમણભાઈ ગોહેલ સાથે બોલા ચાલી થઈ હતી. તેની દાઝ રાખી દિનેશ રમણભાઈ ગોહેલ, યોગેશ પોપટભાઈ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવીંદભાઈ, સંજયએ અગાઉથી પ્લાન બનાવી અશોકભાઈ અને હાર્દિક ઉર્ફે ટિન્ચો તથા મિત્ર અબોટી સહિતના મિત્રોને દસનાળા સમાધાન માટે બોલાવ્યા હતા.

મિત્રો નાળા પાસે બાઈક લઈને પહોંચ્યા ત્યારે ચારેય ઈસમે ઉભા રહો, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી, આપી ગાળો આપતા સમાધાન માટે ગયેલા મિત્રો ડરી ગયા હતા. તમામ મિત્રો મોટર સાયકલમાં નારી ચોકડી તરફ ભાગવા જતા દિનેશે તેની અટીંગા કાર નંબર જીજે-04-ઇએ-2142 બાઈકની પાછળ ચલાવી હાર્દીકને મારી નાખવાના ઈરાદે તેના સાયકલ સાથે પાછળથી જોરદાર ટક્કર મારી હાર્દીકને પછાડી દેતા માથામાં ગંભીર જીવલેણ ઇજા કરી હતી તથા હાર્દિકની પાછળ બેઠેલ અજય જાદવને જમણા હાથે ઈજા કરી હતી.

વિશાલ મકાવાણા, વિશાલ ભલીયા, દેવેન્દ્રસિંહ રાઠોડ, અબોટી તથા શક્તિ ના મોટર સાયકલો સાથે પાછળથી ટક્કર મારી તમામને સમાન્ય છોલાયાની ઈજાઓ કરી હતી અને તમામને મારી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન ગંભીર ઈજા પામેલ હાર્દિક અશોકભાઈ કુકડીયા ઉ. વ.19 ને અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કે આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ બનાવ અંગે અશોકભાઈ મકવાણા એ ચાર શખ્સ વિરૂૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement