ભાવનગરમાં માતાના મરણનો દાખલો લેવા ગયેલા યુવાનનો કોર્પોરેશનની અગાસી પરથી પડતું મૂકી આપઘાત
ભાવનગર મહાનગરપાલિકાની ચોથા માળ ની અગાસી માંથી પડતું મૂકી એક આઘેડે આત્મહત્યા વહોરી લીધી હતી.મારનાર ની માતાનું અઠવાડિયા પહેલા જ મોત થયું હતું. અને પોતાને કેન્સર હોવાની જાણ થતા આપઘાત કર્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના હલુરીયા નજીક જૂની માણેકવાડી રત્ના પ્રિન્ટર્સ ની બાજુમાં રહેતા જતીનભાઈ ચીમનલાલ અંધારીયા કાછીયા ઊં.વ.52 એ ભાવનગર મહાનગરપાલિકાની ચોથા માળ ની અગાસી માંથી પડતું મુકતા ઘટના સ્થળે જ તેનું મોત કરુણ નીપજ્યું હતું. બનાવની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મેયર અને સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ બધા અંગે સી ડિવિઝન પોલીસ વધુ ચલાવી રહી છે. મૃતક જતીનભાઈ ના માતાનું હજુ અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતું. અને ત્રણ દિવસ પહેલા જ તેની સાદડી હતી. માતાના મોત બાદ પોતાને કેન્સર હોવાની જાણ થતા મનથી ભાંગી ગયેલા જતીનભાઈએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે. માતાના મરણ નો દાખલો લેવા તેઓ કોર્પોરેશન ગયા હતા અને કોર્પોરેશનની અગાસીમાં જઈ નીચે ઝંપલાવી આવી આત્મહત્યા વહોળી લેતા શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.