રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઠારિયા સોલવન્ટ પાસે ઘરે ચાલીને જતા યુવાનને બાઇકે ઠોકરે ચડાવતા મોત

04:17 PM Feb 27, 2024 IST | Bhumika
Advertisement

કોઠારીયા સોલવન્ટમાં રહેતા યુવાન ચાલીને ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને બાઇકના ચાલકે ઠોકરે લેતા યુવાનને માથામાં ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓનું સારવારમાં મોત નિપજયું હતું.

Advertisement

વધુ વિગતો અનુસાર, કોઠારીયા સોલવન્ટના રસુલપરામાં રહેતા સલીમભાિ વલીમામદ સમા (ઉ.વ.42) નામનો યુવક ગઇ તા.24ના રોજ ઘરે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા બાઇકના ચાલકે ઠોકરે લેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાઇ હતી. તેમનું સારવારમાં આજે મોત નીપજયું હતુન. તેમને સંતાનમાં બે દીકરા છે અને પોતે બે ભાઇ બે બહેનમાં નાના હતા. તેમજ તેઓ મુળ ઉપલેટાનાં અને હાલ ભંગારનો ડેલો ધરાવતા હતા.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement