પરાબજારમાં ગોળ-ખજુરનો વેપાર કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત
વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જામનગર રોડ પર નાગેશ્ર્વર સોસાયટી પાસે અરીહંત એવન્યુ ફલેટ નં 60ર મા રહેતા ગોળ અને ખજુરનાં વેપારી પોતાનાં ઘરે જમતા હતા . ત્યારે અચાનક ઢળી પડતા તેમને સરકારી હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેઓને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા અને તેમને હાર્ટ એટેક આવ્યાનુ તબીબોએ જણાવ્યુ હતુ.
વધુ વિગતો મુજબ નાગેશ્ર્વર સોસાયટી પાસે અરીહંત એવન્યુ 602 નંબરનાં ફલેટમા રહેતા જયદીપભાઇ પ્રકાશભાઇ દક્ષિણી (ઉ. વ. 3પ ) ગઇકાલે બપોરનાં સમયે પોતાનાં ઘરે જમતા હતા ત્યારે અચાનક ઢળી પડતા તેમને બેભાન હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરનાં તબીબે હેમાંગ કુગશીયાને જોઇ તપાસ તેઓને મૃત જાહેર કર્યા હતા. તેમજ જયદીપભાઇનુ મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને જયદીપભાઇને સંતાનમા બે દીકરા અને પોતે બે ભાઇમા મોટા હતા . તેમજ તેઓ પરાબજાર ગોળ ખજુરની દુકાન ચલાવી વેપાર કરતા હતા . તેઓને રામાપીર ચોકડી પાસે ખજુરનુ ગોડાઉન પણ આવેલુ છે. જયદીપનાં મૃત્યુથી પરીવારમા શોક છવાયો છે.