For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદમાં બે મહિના પહેલા મૈત્રીકરાર કરનાર યુવકનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

01:50 PM Dec 06, 2025 IST | Bhumika
કેશોદમાં બે મહિના પહેલા મૈત્રીકરાર કરનાર યુવકનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

કેશોદના ગાંધીનગર વિસ્તારમાં સોડા શોપ ચલાવતો અને 2 મહિના પહેલાં એક યુવતી સાથે મૈત્રી કરનાર યુવકે બંને વચ્ચે મનદુખના કારણે તેને લાગી આવતાં ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ શુક્રવારના સવારે ભાવનગરથી આવી વેરાવળ તરફ જતી ટ્રેન કેશોદ પહોંચતાં સાગર દિનેશભાઈ કારિયા નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે મૃતકના ભાઈ આનંદ દિનેશભાઇ કારિયાએ તેમનો ભાઈ કેશોદના ગાંધીનગર વિસ્તારમાં સોડા શોપ ચલાવે છે. આપઘાતની ઘટનાની થોડી મિનિટો પહેલાં વોશરૂૂમ જાઉં છું તેમ કહી મારાથી છૂટો પડ્યો હતો તેની થોડી જ મિનિટો બાદ સમાચાર મળ્યા કે મારા ભાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધું છે.

Advertisement

મૃતકના ભાઈએ જણાવ્યું કે તેના ભાઈએ એક યુવતી સાથે 2 મહિના પહેલાં મૈત્રી કરાર કર્યા હતાં. આપધાતના એક દિવસ અગાઉ બંને વચ્ચે મનદુખ થતાં ભાઈએ છુંટા પડવાની વાત કહી હતી આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી કાગળિયાઓ તૈયાર કરાવ્યાં હતાં. પરંતુ યુવતીના માતા - પિતાએ 2 દિવસ પછી આવશું તેમ જણાવતાં યુવકને લાગી આવ્યું હતું આથી તેમણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. અચાનક યુવકના આપધાતના સમાચાર મળતાં પરિવારમાં ગમગીની વ્યાપી હતી. કેશોદ રેલવે પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement