જૂનાગઢ નજીક હાઇવે પર રખડતા ઢોરે બાઇકને ઉલાળતા યુવાનનું મોત
- અન્ય બે યુવાનોને ઇજા થતા સારવારમાં ખસેડાયા
જૂનાગઢના માણાવદરના યુવકને હાઇવે રસ્તા પર પોતાની મોટરસાયકલ પર માણાવદર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રખડતા ખૂટ્યા એ અડફેટે લેતા સાથેના અન્ય યુવકોને નાની મોટી ઈજા થવા પામી હતી જ્યારે મરણ જનારી યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર માં રહેલા તબીબે તેને મૃત જાહેર કરેલ ઘટનાના પગલે પરિવારમાં ગમગીની નો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જયભાઇ પ્રવીણભાઇ ખંઢેરા ઉ.વ.19 રહે. બહારપરા દલીતવાસ માણાવદર વાળાએ પોલીસને વિગતો આપતા જણાવ્યું હતું કે મરણ જનાર તુષારભાઇ ઉર્ફે તુલીસી મહેન્દ્રભાઇ ઉર્ફે માધાભાઇ રાઠોડ ઉ.વ. 23 રહે. બહારપરા માણાવદર 10 તારીખ 20 મી ફેબ્રુઆરીના વહેલી સવારના સુમારે સાંતલપુર ધાર વડવાળા હોટલની બાજુમાં મરણ જનાર મોટરસાયકલ ચલાવતા હોય અને વંથલી થી મોટરસાયકલ જીજે-11- સીએન-2186ની લઇને પરત ત્રીપલ સવારીમાં માણાવદર ખાતે જતા હતા અને તેમની ગાડીની સ્પીડ ઓછી ગતીમાં રોડની એક સાઇડમાં જતા હતા તે વખતે અચાનક ખુટીયો આડો રોડ ઉપર આવી જતા મોટરસાયકલ સાથે ભટકાયેલ હોય જેમાં મોટરસાયકલ ચાલક તુષારભાઇ ઉર્ફે તુલીસી મહેન્દ્રભાઇ રાઠોડને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ થતા તેઓ મરણ ગયેલ અને સાહેદ જયભાઇ ખંઢેરા તથા અન્ય સાહેદ યશ નકુમને શરીરે નાની મોટી ઇજાઓ થયેલ આ શાસ્પદ યુવકના મૃત્યુના સમાચારને લઈને પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો આ બનાવની તપાસ હાલ વંથલી પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.