રામનગરમાં વૃક્ષ કાપતી વેળાએ વીજતારને દાતરડું અડી જતા યુવાનને કરંટ લાગ્યો
05:18 PM May 31, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં બકરાના ચારા માટે વૃક્ષ કાપતી વેળાએ દાતરડું વીજલાઇનને અડી જતા કરંટ લાગતા તેને સારવાર મમાટે હોસ્પીટલમાં ખસેડાયો છે. જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે યુવરાજનગરમાં રહેતો અરવીંદ શામજીભાઇ વાઘેલા (ઉ.વ.23) નામનો યુવાન આજે સવારે થોરાળામાં રામનગર સોસાયટીમાં બકરાના ચારા માટે વૃક્ષ કાપી રહ્યો હતો ત્યારે અકસ્માતે દાતરડું ત્યાંથી પસાર થતી વીજ લાઇનને અડી જતા વીજ શોક લાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અરવિંદ ત્રણ ભાઇ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.
Advertisement
Next Article
Advertisement