For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના ભદ્રાવળ ગામે યુવાનને ડમ્પરે કચડી નાખ્યો

12:21 PM May 01, 2025 IST | Bhumika
ભાવનગરના ભદ્રાવળ ગામે યુવાનને ડમ્પરે કચડી નાખ્યો

Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના ખેડૂત યુવાન સાંજના સમયે ગામના બસ.સ્ટેશન પાસે થી ચાલી ને જતા હતા.એ સમયે ટીમાણા ગામના રહીશ નું રેતી વહન કરતા ડમ્પર ના ચાલકે બે ફિકરાઈ પૂર્વક ડમ્પર ચલાવી ને યુવક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેને લઈ ખેડૂત યુવાને સ્થળપર થીજ સ્વર્ગલોક ની વાટ પકડી હતી.બે સંતાનો એ પિતા ની છત્રછાયા ગુમાવી હતી.

તળાજા પંથકના જવાબદાર અધિકારીઓને કુદરત ક્યારેય માફ નહિ કરે તેવી બે જવાબદારી દાખવી રહ્યા છે.અહીં ખનન કર્તાઓ બે ખૌફ છે તો ખનન વહન કરતા વાહન ના ચાલકો ચા કરતા કિટલી ગરમ જેમ વર્તી રહ્યા છે.ગામડાઓના રસ્તા હોય,ગામની અંદર થી પસાર થતા હોય કે હાઇવે પર વાહન હંકારતા હોય પુરપાટ ઝડપે બે ફિકરાઈ થી વાહન ચલાવતા જોવા મળે છે.આવા સીનારીયા વચ્ચે આજે ભદ્રાવળ ગામના ખેતી કામ કરતા નથુભાઈ ભુથાભાઈ ચોવટીયા ઉ.વ.42 આજે સાંજના સમયે બસ.સ્ટેશન નજીક થી પગપાળા જતા હતા.એ સમયે ટીમાના ગામના રાજુભાઈ ની માલિકીનું ડમ્પર જીજે 04-એ ડબ્લ્યુ-7633 ના ભવદીપ નામના ચાલકે સામેથી આવતા નથુભાઈ ચોવટીયા ને હડફેટે લીધા હતા.

Advertisement

ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં યુવક ના ત્યાંજ પ્રાણ પંખેરૂૂ ઉડી ગયા હતા. બનાવ ના પગલે યાર્ડ ના ડિરેકટર હનુભાઈ પરમાર,તાલુકા પંચાયત ના મોભભાઈ સહિતના સેવાભાવી યુવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement