માળિયા મિંયાણા નજીક ટ્રકે પગપાળા જતા યુવાનને અડફેટે લેતા કરૂણ મોત
કંડલા હાઇ-વે નજીક ક્ધટેનરે બાઇકને ઉલાળતા યુવાન કાળનો કોળિયો બન્યો
માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પરથી પગપાળા ચાલીને જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે યુવાનનું મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂૂચ જીલ્લાના પાનેઢા ગામના રહેવાસી ભરતભાઈ બચુભાઈ વસાવાએ આરોપી ટ્રક જીજે 12 બીએક્સ 2798 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01 ના રોજ ફરિયાદીના કાકાના દીકરા શૈલેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા (ઉ.વ.24) રહે પાનેઢાં ભરૂૂચ વાળા કચ્છ મોરબી નેશનલ હાઈવે પર માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પરથી જતા હતા.
ત્યારે ટ્રક ચાલકે ટ્રક શૈલેશભાઈ ઉપર ચડાવી દઈને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્ધટેનર પાછળ બાઇક ઘુસી ગયુ
કંડલા નેશનલ હાઈવે પર સિરામિક સીટી પાસે ટ્રક ક્ધટેનર ચાલકે કોઇપણ સિગ્નલ આપ્યા વિના ટ્રેક બદલી બ્રેક મારતા બાઈક ટ્રક ક્ધટેનર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ગભીર ઈજા પહોંચતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું
મોરબીના વિશીપરા ચાર ગોદામ પાસે રહેતા ગેલાભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.24) નામના યુવાને ટ્રક ક્ધટેનર જીજે 39 ટી 1595 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23 ના રોજ ફરિયાદીના પિતા ગોરધનભાઈ મકવાણા પોતાનું બાઈક જીજે 01 ડીયુ 5096 લઈને કંડલા નેશનલ હાઈવે સિરામિક સીટી પાસે મેલડી માતાજી મંદિર સામેથી જતા હતા ત્યારે ટ્રક ક્ધટેનર ચાલકે નેશનલ હાઈવે પર કોઈ સિગ્નલ આપ્યા વિના રસ્તા પર ટ્રેક બદલી બ્રેક મારી હતી.
જેથી ફરિયાદીના પિતાનું બાઈક ટ્રક પાછળ અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક ગોરધનભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક ક્ધટેનર ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરાર ટ્રક ક્ધટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
