ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો
પથ્થર પરથી ચઢાણ કરતા નડેલો અકસ્માત, સ્થળ પર જ મોત
ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ યુવક ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ દુર્ઘટના બની હતી. મૃતક યુવક સીડીના પગથિયાનો ઉપયોગ કરવાને બદલે પર્વતના ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો. આ જોખમી પ્રયાસ દરમિયાન, તે અંદાજે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમ તાત્કાલિક ગિરનાર પર્વત પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરશે.