ઉનામાં હોળીની પ્રદક્ષિણા કરતા યુવાનને હાર્ટએટેક ભરખી ગયો
ઉનામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયુ છે. જેમાં કેસરિયા ગામને યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. તેમાં હોળીની પ્રદક્ષિણા કરતે યુવાન ઢળી પડ્યો હતો. ત્યારે 22 વર્ષીય વિવેક સોલંકી નામના યુવાનનું મોત થયુ છે.યુવક સાંજે સાસરીયે ઉનામાં હોળીની પ્રદક્ષિણા વખતે અચાનક દુખાવો થતા પડી ગયો હતો. જેમાં વિવેક સોલંકી નામના 22 વર્ષના યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. તેમજ પરિવાર હોળી દિવસે જ શોકમય બન્યો છે. હાર્ટ એટેકમાં છાતીમાં અચાનકથી ખૂબ દુખાવો થાય છે.
જો વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ પણ બચી શકે છે નહીંતર જીવ પણ જઈ શકે છે.હાર્ટ એટેક તો ઘણા પ્રકારના હોય છે પરંતુ સ્ટેમી સૌથી ગંભીર અને જીવલેણ હોય છે. આ હાર્ટ એટેકમાં કોરોનરી આર્ટરી સંપૂર્ણરીતે બ્લોક થઈ જાય છે અને આર્ટરીમાં બ્લોકેજ અને લોહી જામવા લાગે છે.
તેમજ હાર્ટ એટેક આવે ત્યારે જો મેડિકલ મદદ સમયસર મળી જાય તો જીવ બચી શકે છે પરંતુ એ જાણવુ જરૂૂરી છે કે હાર્ટ એટેક આવ્યો છે કે નહીં.હાર્ટ એટેકના લક્ષણ હોય છે, છાતીમાં દુખાવો સાથે-સાથે બેચેની થવી, શ્વાસ ફૂલવો, કાંડામાં દુખાવો, જડબુ કે પીઠમાં દુખાવો થવો. જો તમને પણ શરીરમાં આવો કોઈ દુખાવો થઈ રહ્યો હોય તો તમે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.