ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર યુવાનનું મોત
પાછળ બેઠેલા યુવકને ઇજા થતા સારવારમાં
ખંભાળિયા 4 કિ.મી. દૂર પાયલ ચોકડી પાસે જી.જે. 37 એ. 2996 નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના મૂળ વતની સચિનભાઈ રમેશભાઈ મીનાવા નામના યુવાન તથા તેમની સાથે જઈ રહેલા તેમના સંબંધી દિલીપભાઈ રમેશભાઈ મીનાવાના મોટરસાયકલ સાથે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 01 કે.ક્યુ. 3503 નંબરના ઓડી કારના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે સચીનભાઈ મીનાવાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા દિલીપભાઈ મીનાવાને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ સંદીપભાઈ રમેશભાઈ મીનાવા (ઉ.વ. 24, રહે. સામોર - ખંભાળિયા, મૂળ રહે. મધ્યપ્રદેશ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઓડી કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાનો વૃદ્ધ ગાંજા સાથે ઝડપાયો
દ્વારકા નજીકના વરવાળા ગામે રહેતા જાફર અબ્દુલ ભટ્ટી નામના 65 વર્ષના હિન્દુ વાઘેર વૃધ્ધને સ્થાનિક પોલીસે રૂૂપિયા 32,300 ની કિંમતના 646 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ, તેની સામે એન.ડી.પી એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત ચલાવી રહ્યા છે.
