કેશોદમાં બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડયો
અમદાવાદમાં અભ્યાસ કરતાં મેંદરડા પંથકના યુવાને રાજકોટમાં એસિડ ગટગટાવ્યું
કેશોદમાં આવેલા માંગરોળ રોડ પર રહેતો યુવાન માર્કેટીંગ યાર્ડ પાસેથી પોતાનું બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્ળાતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કેશોદમાં માંગરોળ રોડ પર રહેતો પાર્થ રમેશભાઈ પાનસુરીયા નામનો 33 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે મધરાત્રે પોતાનું બાઈક લઈ કેશોદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મૃતક યુવાન માતા-પિતાનો આધારસ્થંભ એકનો એક પુત્ર હતો અને મૃતક યુવકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં મુળ મેંદરડાના દાત્રાણા ગામનો વતની અને અમદાવાદમાં અભ્યાસ કરતાં અને છેલ્લા આઠેક મહિનાથી રાજકોટમાં આકાશવાણી ચોકમાં આવેલ પીજીમાં રહેતાં દિક્ષીત સમજુભાઈ વસોયા નામના 18 વર્ષના યુવાન કોઈ અગમ્ય કારણોસર ત્રિકોણ બાગ પાસે એસીડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.