રેલનગરમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આવેલ રેલનગર વિસ્તારમાં આવેલા શિવાલય ચોકમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલ શિવાલય ચોકની બાજુમાં રહેતા દર્શન કિર્તિભાઈ ચંદારાણા નામનો 24 વર્ષનો યુવાન બપોરના સાડાબારેક વાગ્યાના અરસામાં શિવાલય ચોકમાં હતો ત્યારે આર્થિકભીંસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબીયત લથડતાસારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં વૈશાલીનગરમાં રહેતો વિશાલ અર્જુનભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં કિશાનપરા વિસ્તારમાં આવેલ શક્તિ કોલોનીમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.